ચૂંટણીમાં 100 કે તેનાથી વધુની ઉમરના 10,357 મતદાતાઓ મતદાન કરશે

સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ અમદાવાદ જિલ્લામાં,સૌથી ઓછા તાપી, નર્મદા, પોરબંદર અને પાટણમાં

વિધાનસભા ચૂંટણીમાં કુલ 4,91,35,400 મતદારો પૈકી 10,357 મતદારો સો વર્ષ કે તેથી વધુની વયના છે. શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે.

સૌથી વધુ શતાયુ મતદાતા ધરાવતા પ્રથમ પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 1,500, વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ છે. જ્યારે સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદા માં 69, પોરબંદરમાં 109 તેમજ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ છે. અમદાવાદ જિલ્લામાં 1,500, બનાસકાંઠામાં 382, ગાંધીનગરમાં 260, મહેસાણામાં 238, અરવલ્લીમાં 200, સાબરકાંઠામાં 164 તેમજ પાટણ જિલ્લામાં 125 શતાયુ મતદારો છે.

ભાવનગર જિલ્લામાં 628, રાજકોટમાં 547, કચ્છમાં 444, જુનાગઢમાં 395, અમરેલીમાં 372, જામનગરમાં 298, ગીર સોમનાથમાં 278, સુરેન્દ્રનગરમાં 278, મોરબીમાં 175, દેવભૂમિ દ્વારકામાં 174, બોટાદમાં 168 તેમજ પોરબંદરમાં 109 શતાયુ મતદારો છે.

વડોદરામાં 716, દાહોદમાં 531, આણંદમાં 332, ભરૂચમાં 312, ખેડામાં 280, પંચમહાલમાં 237, છોટાઉદેપુરમાં 145, મહિસાગરમાં 132 તેમજ નર્મદા જિલ્લામાં 69 શતાયુ મતદારો છે.સૂરત જિલ્લામાં 422, વલસાડમાં 238, નવસારીમાં 133, તાપીમાં 67 તેમજ ડાંગમાં 08 શતાયુ મતદારો નોંધાયા છે