સુરતમાં કોરોનાથી વધુ 1નું મોત લોકોમાં ફફડાટ, ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 14

સમ્રગ દેશમાં કોરોના કારણે લોકડાઉનની સ્થિતિ છે. આ સ્થિતિ વચ્ચે પણ ગુજરતમાં કોરોના વાઈરસ કેસોની સંખ્યા વધી રહી છે ખાસ કરીને અમદાવાદમાં નવા કેસો સતત વધી રહ્યા છે.

ગુજરાતના સુરત જિલ્લામાં આજે કોરોના વાઈરસને કારણે 52 વર્ષિય એક શખ્સનું મોત થયું છે. જેને પગલે ગુજરાતમાં કોરોના કારણે અત્યાર સુધીમાં કુલ 14 લોકો મોતને ભેટ્યા છે.