ગુજરાત કોરોના વાયરસના ટેસ્ટીંગના મામલે બીજા રાજ્યની સરખામણીએ તળિયે હોવા છતા પણ રાજ્યમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,078 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 70 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 71,064 પર પહોંચી ગયો છે જ્યારે 25 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા સાથે કુલ મુત્યુઆંક 2,654ને આંબી ગયો છે.
તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1,311 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 54,138 પહોચી ગયો છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 14,272 થઈ જે પૈકી 14,199 સ્થિર અને 73 વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના 222 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 153 કેસો નોંધાયા જ્યારે 3 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.