ગુજરાતમાં અનલૉક-3ના બીજા દિવસે કોરોનાના 1101 કેસ, 22ના મોત

ગુજરાતમાં આજથી અનલોક-3 શરૂ થઈ ગયું છે અને બીજ દિવસે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1101 કેસો નોંધાય છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 63 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 63,675 પર પહોંચી ગયો છે જ્યારે 22 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા સાથે કુલ મુત્યુઆંક 2,487ને આંબી ગયો છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 805 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 46,587 પહોચી ગયો છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 14,601 થઈ જે પૈકી 14,520 સ્થિર અને 81 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના 237 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 145 કેસો નોંધાયા જ્યારે 2 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.