ગુજરાતમાં અનલૉક-3ના પ્રથમ દિવસે કોરોનાના 1136 કેસ, 875 ડિસ્ચાર્જ

ગુજરાતમાં આજથી અનલોક-3 શરૂ થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1136 કેસો નોંધાય છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓ નો આંકડો 62 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 62,574 પર પહોંચી ગયો છે જ્યારે 24 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા સાથે કુલ મુત્યુઆંક 2,465ને આંબી ગયો છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 875 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 45,782 પહોચી ગયો છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 14,327 થઈ જે પૈકી 14,249 સ્થિર અને 78 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાથી સ્થિતિ કથળી રહી છે. આજે છેલ્લા 24 કલાકમાં કોરોના 262 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 146 કેસો નોંધાયા જ્યારે 4 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.