રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં 1145, કુલ કેસ 82 હજારને પાર

ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,145 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 82 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 82,087 પર પહોંચી ગયો છે જ્યારે 17 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1120 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 14,418 થઈ જે પૈકી 14,337 સ્થિર અને 81 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના 238 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 163 કેસો નોંધાયા જ્યારે 4 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.