બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મસ્જિદની એસીમાં વિસ્ફોટ, 12નાં મોત

બાંગ્લાદેશમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાની એક મસ્જિદમાં એસીમાં બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા 12 લોકોનાં મોત કરૂણ મોત નીપજ્યાં છે જ્યારે ઘણાં ગંભીર રીતે ઘાયલ થયા છે. બાંગ્લાદેશના નારાયણગંજના ફતુલ્લાહમાં એક મસ્જિદમાં છ એર કંડિશનરોમાં થયેલા વિસ્ફોટના પગલે આ અકસ્માત થયો હતો. શુક્રવાર રાત્રે થયેલા વિસ્ફોટમાં 50થી વઘુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જ્યાં જેમની સ્થિતિ ગંભીર છે.

ફાયર સર્વિસના અઘિકારીઓ જણાવ્યું કે, મસ્જિદમાં ગેસ પાઈપલાઈનમાં લિક થયા પછી ભરાયો હતો. જે બાદ અચાનાક અમુક એસીમાં વિસ્ફોટના પગલે મસ્જિદની બારીઓના કાચ અને ફ્રેમ તૂટી ગઈ હતી તેમજ સીલિંગ પંખો સ્વીચબોર્ડ પણ સળગી ગયા હતા. વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે લોકો નમાઝ પઢી રહ્યા હતા.