રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં 1200 નજીક કેસ, 1123 ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,175 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 83 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 83,262 પર પહોંચી ગયો છે જ્યારે 16 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1123 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 14,454 થઈ જે પૈકી 14,368 સ્થિર અને 86 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના 237 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 172 કેસો નોંધાયા જ્યારે 4 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.