રાજયમાં કોરોનાના 1212 કેસ નોંધાયા, 980 ડિસ્ચાર્જ

ગુજરાતમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના 1200ને પાર કેસો નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,212 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો 85 હજારની સપાટી વટાવી ગયો એટલે કુલ 85,678 પર પહોંચી ગયો છે જ્યારે 14 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 980 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 14,538 થઈ જે પૈકી 14,453 સ્થિર અને 85 વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના 238 કેસો નોંધાતા અમદાવાદને ઓવરટેક કરી ગયું છે. અમદાવાદ કોરોના 179 કેસો નોંધાયા જ્યારે 3 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે.