ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના વઘુ નવા 1334 કેસો

ગુજરાતમાં આજે ફરી કોરોનાના કેસો 1300ને પાર યથાવત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વઘુ 1,334 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો કુલ 1,14,996 પર પહોંચી ગયો છે. જ્યારે 17 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે જેને પગલે કુલ મૃત્યુઆંક 3230 પર પહોંચી ગયો છે. જ્યારે પ્રતિકલાકે રાજ્યમાં સરેરાશ 55 વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1,255 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 16,501 થઈ જે પૈકી 16,408 લોકો સ્થિર અને 93 લોકો વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના સૌથી વધુ 277 કેસો નોંધાતા છે. જ્યારે અમદાવાદ કોરોના 175 કેસો નોંધાયા. જ્યારે 3 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે. રાજકોટમાં આજે કોરોનાના 151 લોકો સંક્રમિત થયા છે.