ગુજરાતમાં કોરોનાના 1390 કેસ, કુલ કેસ 1 લાખ 37 હજારને પાર

ગુજરાતમાં આજે કોરોના કેસો 1400ને અંદર નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી 1390 લોકો સંક્રમિત થયા છે આ સાથે જ ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંકડો કુલ 1,37,394 પર પહોંચી ગયો છે. જ્યારે 11 દર્દીઓના કોરોના કારણે જીવ ગુમાવ્યા છે જેને પગલે કુલ મૃત્યુઆંક 3453 પર પહોંચી ગયો છે. જ્યારે પ્રતિકલાકે રાજ્યમાં સરેરાશ 57 વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહી છે.

તેમજ બીજી બાજુ રાહત વાતે એ છે કે આજે વધુ 1372 દર્દીઓ કોરોના મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 16,710 થઈ જે પૈકી 16624 લોકો સ્થિર અને 86 લોકો વેન્ટિલેટર પર છે.

રાજ્યમાં કોરોનાનું નવું એપી સેન્ટર બની ગયેલું સુરતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં કોરોના સૌથી વધુ 298 કેસો નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોરોના 197 કેસો નોંધાયા. જ્યારે 3 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે. રાજકોટમાં આજે કોરોનાથી વધુ 151 લોકો ઝપેટમાં આવ્યા છે.