વિદેશથી ભારત પરત ફરતા લોકો માટે 14 દિવસ ક્વોરેન્ટાઈન અનિવાર્ય

કેન્દ્ર સરકારે વિદેશથી ભારત આવતા લોકો માટે નવી ગાઈડલાઈન જારી કરી છે. જે અંતર્ગત તમામ યાત્રીઓને 14 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવું પડશે. જેમાં સાત દિવસ સરકાર દ્રારા બનાવેલા ક્વોરન્ટીન સેન્ટરમાં રહેવું પડશે જેનો ખર્ચ યાત્રીએ ચૂકવવો પડશે. તેમજ બીજા સાત દિવસ તેને પોતાના ઘરમાં હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.

યાત્રીઓએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં બોર્ડ કરતા પહેલા શપથપત્રમાં જણાવવું પડશે કે તે સરકારની સૂચનાનું પાલન કરવા બંધાયેલ છે. તેમજ આરોગ્ય સેતુ એપ હોવી ફરજીયાત છે. યાત્રીઓની તપાસ ભારતીય તબીબ સંશોધન પરિશદ(ICMR)ના પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પોઝિટિવ જોવા મળશે તો તેને તબીબી તપાસ માટે મોકલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સોમવારથી દેશમાં આંતરિક વિમાન સેવા શરૂ થઈ રહી છે. નાગરીક ઉડ્ડ્યન મંત્રી હરદિપસિંહ પુરીએ કહ્યું હતું કે ઓગસ્ટ માસ પહેલા આતંરરાષ્ટ્રીય વિમાન સેવા શરૂ થવાની સંભાવના છે.