ગુજરાતમાં કોરોનાનો હાહાકાર નવા 176 કેસ નોંધાયા અને વધુ 7ના મોત

છેલ્લા 12 કલાકમાં જ અમદાવાદમાં 143 નવા કેસ

ગુજરાતમાં કોરોના વાયરસ હવે રીતસરનો હાહાકાર મચાવી દીધો છે. છેલ્લા ૧૨ કલાકની અંદર જ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં કોરોના વાયરસના કુલ 176 નવા કેસ નોંધાયા છે. જે પૈકી માંથી માત્ર અમદાવાદમાં જ 143 કેસનો સમાવેશ થાય છે. તેમજ છેલ્લા 12 કલાકમાં વધુ સાત દર્દીઓના મોત નિપજ્યા છે.અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 765 કેસ નોંધાયા છે. ત્યાર બાદ સુરતમાં 156 અને વડોદરામાં 152 દર્દીઓ છે.

સમગ્ર ગુજરાતમાં આજે સવાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧૨૭૨ કેસ નોંધાયા જાય છે અને સમગ્ર રાજ્યમાં કુલ અત્યાર સુધીમાં 48 લોકોનાં મોત નીપજ્યા છે એવું આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ ગાંધીનગરમાં જારી કરેલા મેડિકલ બુલેટમાં જણાવ્યું છે.

અમદાવાદમાં જે નવા કેસ નોંધાયા છે તે તમામ દર્દીઓ હોટસ્પોટ વિસ્તારમાંથી જ એટલે કે કોટ વિસ્તારમાંથી જ નોંધાયેલા છે જેમ કેસોની સંખ્યા વધી રહી છે તેમ દર્દીઓની સંખ્યા પણ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહી છે નાગરિકો લોકડાઉનનો ગંભીરતાથી અમલ કરતા નથી અને જેને કારણે કેસોની સંખ્યા તેમજ મૃત્યુનો આંકડો વધી રહ્યો.