લદ્દાખમાં LAC પર હિંસામાં ભારતના 20 જવાનો શહીદ, ચીનના 43 સૈન્યનો ખાત્મો

ભારત-ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમા સીમા વિવાદ વકરી રહ્યો છે. ગત રાત્રીએ LAC પર ચીનના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. જે પહેલા આજે મંગળવારે બપોરે એક ઓફિસર અને બે જવાન શહીદ થયાના અહેવાલ પ્રાપ્ત થયા જોકે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હિસંક ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેમજ સંખ્યા વધી રહી છે સામે ભારતે પણ વળતા પ્રહારમાં ચીનના 43 જેટલા સૈન્યને મોતને ઘાટ ઉતાર્યા છે.

સોમવારે રાત્રે બંને દેશોની સૈન્ય વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. જે અથડામણ ગત રાત્રીએ ગલવાન ઘાટી નજીક બન્ને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય હતી.

આ સમ્રગ ઘટનાની ભારતીય સૈન્ય નિવેદન જારી કરીને કહ્યું કે 15 જૂનની રાત્રે ગલવાન ઘાટી વિસ્તારમાં થયેલી હિંસક અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા છે.

આ ઘટના અંગે વિદેશ મંત્રાલયે નિવેદન કર્યું કે ભારતે હંમેશા LACનું સમ્માન કર્યુ છે અને ચીનને પણ તેવું કરવું જોઈએ. તેમજ કહ્યું કે, LAC ગઈકાલે જે થયું તેનાથી બચી શકાય તેમ હતુ. બંને દેશોને નુકસાન થયું છે.

LAC પર ચીન-ભારત વચ્ચે થયેલી હિંસક અથડામણને પગલે દિલ્હીમાં બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપિન રાવત અને ત્રણેય સેનાના વડા જનરલ એમએમ નરવણે સાથે બેઠક યોજી હતી. તે સિવાય રાજનાથ સિંહે આ અંગેની જાણકારી વડાપ્રધાન મોદીને ફોન કરીને જણાવી છે. તે ઉપરાંત વિદેશમંત્રી એસ જયશંકરે પણ પીએમ મોદીના આવસ પર વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી હતી.