અમદાવાદમાં કોરોના વાયરસનો બ્લાસ્ટ આજે 239 કેસ, 12ના મોત

કોરોના વાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરમાં કોરોના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમદાવાદમાં આજે કોરોના વાયરસના એક જ દિવસમાં રોકેટ ગતિથી 239 કેસો નોંધાયા છે.

જ્યારે આ મહામારીને કારણે એક જ દિવસમાં સૌથી વધુ 12 લોકોના મોત નિપજ્યા છે. જેને પગલે લોકોમાં હડકંપ મચી ગયો છે. જેને કારણે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા કુલ 1376ને આંબી ગઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક રાજ્યભરમાં 53 લોકો મોતને ભેટ્યા છે.