ભારતમાં કોરોના વાઈરસના 2500કેસો, મૃત્યુંઆંક 70ને પાર

નવી દિલ્હી, દેશભરમાં કોરોના વાઈરસનું સંકટ વધી રહ્યું છે. ભારતમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં કોરોના પોઝિટવ કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના કેસોની આંકડો 2500ને પાર પહોંચી ગયો છે જ્યારે આ મહામારીને કારણે 69લોકો મોતને ભેટ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આજે સવારે દેશને એક નાનો વિડિયો મેસેજ આપ્યો છે. મોદીએ 130 કરોડ લોકોને અપીલ કરી છે કે રવિવારે રાત્રે 9 વાગ્યે નવ મિનિટ માટે પોતાના ઘરની તમામ લાઈટો બંધ કરી ઘરની બાલ્કની અથવા દરવાજા પાસે મીણબત્તી પ્રગટાવો અથવા મોબાઈલની ફેલ્શ લાઈટ કરી કોરોના સામે લડાઈ લડવા માટે ઘરમાંજ આ પર્વ ઉજવવા કહ્યું છે.