વસુંધરા વૃક્ષારોપણ’ કાર્યક્રમ હેઠળ સાણંદ આસપાસ 3 હજાર છોડ વવાયા

‘મારા વૃક્ષ વીરાને 100 વર્ષનું આયુષ્ય આપજે’- આંગણવાડીની બહેનોએ વૃક્ષોને રાખડી બાંધી વનરાજીની રક્ષા કામના કરી

વૃક્ષ વનની શોભા છે અને વન એ સૃષ્ટિની શોભા છે વૃક્ષ-વન વિના પૃથવીના અસ્તિત્વની કલ્પના પણ મૂશ્કેલ છે ત્યારે ધરતી પર વવાતો છોડ પણ અત્યંત ઉપયોગી છે. આ સનાતન સત્યને સ્વીકારીને સાણંદ સ્થિત “માનવ સેવાટ્રસ્ટ’ દ્વારા “વસુંધરા વૃક્ષારોપણ” કાર્યક્રમ યોજાયો હતો.. આ કાર્યક્રમ અંતર્ગત સાણંદ અને આસપાસના વિસ્તારોમાં ચાલુ વર્ષે ૩૦૦૦ હજાર છોડ વાવવામાં આવ્યા છે.આ કાર્યક્રમમાં ટાટા મોટર્સનો પણ સહયોગ મળ્યો છે. સાથે સાથે સાણંદ તાલુકાની આંગણવાડીમાં વાવાવા દાડમ તથા સરગવાના છોડનું વિતરણ પણ કરાયું હતું. જેનું જતન આંગણવાડી દ્વારા કરાશે.

માનવ સેવા ટ્રસ્ટ, સાણંદના ટૃસ્ટી મનુભાઈ બારોટ કહે છે કે, “ આપણે આ ધરતી- કૂદરત પાસેથી ઘણું લીધુ છે, હવે સમય છે પાછુ આપવાનો… આપણે કૂદરત પાસેથી પાણી સહિત અપાર કૂદરતી સંશાધનો મેળવ્યા છે..જો આપણે ધરતીને પાછુ નહિ આપીએ તો આપણો વિનાશ નક્કી છે….હું તો વૃક્ષ મોટા કરીને છૂટો..મને કદાચ તાત્કાલિક અને પ્રત્યક્ષ ફાયદો નહિ થાય પણ. તેનો લાભ આગામી પેઢીને મળશે…”

મનુભાઈએ સાણંદ આસપાસના વિસ્તારમાં ૩,૦૦૦થી વધુ વૃક્ષો વાવ્યા છે. શાળાના કમ્પાઉન્ડમાં, તળાવની પાળે, ગામના ગોચરમાં… જ્યાં જ્યાં જગ્યા જોઈ, જગ્યા મળી ત્યાં ત્યાં મનુભાઈએ વૃક્ષો વાવ્યા છે,,, એટલું જ નહી પરંતુ ઉછેર્યા છે તેનું વ્હાલથી જતન પણ કર્યું છે. અને હા આ પ્રવૃત્તિ હજી ચાલુ જ છે.

આંગણવાડીની બહેનોએ વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષના લાંબા આયુષ્યની કામના કરી હતી. આંગણવાડીની બહેનોને ટ્રસ્ટ દ્વારા દાડમ તથા સરગવાના છોડનું વિતરણ કરાયું હતું. સાણંદમાં દેશની વિખ્યાત ટાટા મોટર્સ કંપની પોતાનો પ્લાન્ટ ધરાવે છે. કંપનીએ તેની સોશ્યલ રિસ્પોન્સબિલિટીને અદા કરવા મનુભાઈનો સાથ લીધો છે. ટાટા મોટર્સ એક વૃક્ષ વાવવા માટે મનુભાઈને ચોક્કસ રકમની સહાય આપે છે. તાજેતરમાં વૃક્ષો વાવવા માટે મળેલી સહાયમાંથી મનુભાઈએ વૃક્ષો તો વાવ્યા જ છે પણ સાથે સાથે તેમણે ડ્રીપ ઈરીગેશન સીસ્ટમ પણ નાંખી છે. એટલું જ નહી પરંતુ છોડનું જતન અને વ્યવથિત ઉછેર થાય તે માટે મનુભાઈએ માસિક પગારથી એક માળી પણ રાખ્યો છેઆ કાર્યક્રમમાં સટાટા મોટર્સના પ્લાન્ટ હેડ શ્રી નિરજ અગ્રવાલ, સી.એસ.આર. હેડ વિનોદ કુલકર્ણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સલામ છે આ પર્યાવરણ સંવર્ધક સંસ્થાને…