છોટાઉદેપુર જિલ્લામાં 300 બેડની સુવિધા ઉભી કરાઇ: IAS મુકેશકુમાર એ મુલાકાત લીધી

છોટાઉદેપુર જિલ્લામાં 300 બેડની કોવિડ-19 આઇસોલેશનની સુવિધા ઉભી કરાઇ છે.
100 બોડેલીમાં, 100-100 બીજી બે છોટાઉદેપુરની હોસ્પિટલમાં મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન IAS અધિકારી મુકેશકુમારે આ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ ત્યાંના ડોક્ટરો અને અન્ય સ્ટાફ સાથે પણ મેડિકલ ઇક્વિપમેન્ટની સુવિધાના સંદર્ભમાં પણ ચર્ચા કરી હતી.

તેઓ વહીવટી અધિકારી ને પણ મળ્યા હતા અને તેમની પાસેથી પણ કેટલીક જરૂરી વિગતો મેળવી હતી અત્રે નોંધનીય છે કે સરકારે કોરોના દર્દીઓ માટે ખાસ હોસ્પિટલ માં બેડ ઉભા કરવા માટેની જવાબદારી સોંપવા એક કમિટી બનાવી છે જેમાં મુકેશકુમાર પણ સભ્યને તરીકે લેવાયા છે.