લદ્દાખના કારગિલમાં 4.5 તીવ્રતાનો ભૂકંપનો આંચકો

લદ્દાખના કારગિલમાં ભૂકંપનો આંચકો અનુભવાયો જેની રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 જણાઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે બપોર 1 વાગ્યે 11 મિનિટ પર કારગિલમાં ધરતીકંપનો આંચકો આવ્યો. જેનું કેન્દ્ર બિંદુ કારગીલથી 119 કિ.મી. દૂર નોર્થવેસ્ટ રહ્યું હતું.

આ અગાઉ પણ લદ્દાખમાં 26 જૂને સાંજે 8.15 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ લદ્દાખ હતું. ભૂકંપના આંચકા જમીનની 25 કિ.મી.થી ઉંડા અનુભવાયા જેની લદાખમાં ભૂકંપની તીવ્રતા 4.5 હતી.