કચ્છમાં ફરી ધરા ધુર્જી, 4.6 તીવ્રતાનો ભૂકંપનો ભારે આંચકો

એક બાજુ કોરોનાની મહામારી, વાવાઝોડાનું સંકટ હજી થાળે પડ્યું નથી ત્યાં બીજુ બાજુ ગઈકાલે ગુજરાતભરમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આજે કચ્છમાં ફરી 12.57 કલાકની આસપાસ 4.6 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને હાઈરાઈસ બિલ્ડિંગ વાળા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિદું કચ્છના ભચાઉછી નજીક આવેલું છે.

ઉલ્લેખનીય છે કે ગઈરાતે 8.13 કલાકે 5.3 તીવ્રતાનો ભૂકંપના જોરગાર આંચકો આવ્યો હતો. જોકે, ભૂકંપ 4થી 5 સેકેન્ડ હોવાને પગલે કોઈ જાનહાની થઈ નહોતી.