અમદાવાદમાં 4 વ્યક્તિને બીજી વખત કોરોના પોઝિટિવ થયો

એક તરફ અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધુ વકરી રહ્યું છે. બીજી તરફ હવે કોરોના જેવી મહામારી જીવલેણ બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ પુન: કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદમાં આજે કોરોના વાયરસના પુન: ચેપ લાગવાના 4 કેસ સામે આવ્યા છે જેને પગલે લોકો વઘુ ફફડાટ ફેલાયો છે. જે સંદર્ભમાં 1 કેસ દક્ષિણ ઝોનના બહેરામપુરામાં રહેતા 60 વર્ષીય મહિલા જ્યારે અન્ય 3 કેસ અમદાવાદની વિવિધ હોસ્પિટલના રેસીડન્ટ ડોક્ટર છે.

નોંધનીય છે કે, પ્રથમવાર કોરોનાનો ચેપ 13 એપ્રિલથી 21 એપ્રિલની વચ્ચે અને બીજીવાર ચેપ 18મી ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર વચ્ચે આ ચારેય કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.જોકે, આ બધા કેસોમાં દર્દી પ્રથમવારના ચેપ અને બીજીવાર ચેપમાં હળવા અથવા લક્ષણો વગરના હતા.