અમદાવાદ જિલ્લામાં 44,500 ઘરોને સેનીટાઈઝ કરાયા

82 ગામોની 2.16લાખથી વધુ વસતિને આવરી લેવાઈ: 56,૦૦૦ લિટર દવાના સોલ્યુશનનો વપરાશ

કોરોના મહામારીને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં તમામ આવશ્યક પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં નોવલ કોરોનાવાયરસના પોઝિટિવ કેસ જોવા મળતા સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં કોરોના રોગનું સંક્રમણ વધે નહી તે માટે અમદાવાદ જિલામાં સેનીટાઈઝની વિસ્તૃત કામગીરી કરાઈ છે. જિલ્લામાં ૨૪ માર્ચથી ૧૩ અપ્રિલ સુધીમાં ૪૪,૫૦૦ ઘરોને સેનીટાઈઝ કરાયા છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં કોરોના પોઝીટીવ લોકોની સંખ્યા વધતા આ સંક્રમણ ગામડામાં ન વધે તે તંત્ર માટે સૌથી મોટો પડકાર હતો. અને એટલે જ શરુઆતથી જ જિલ્લાના ગામડાઓ પર ધ્યાન કેન્દ્રી કરવામાં આવ્યું હતું. આ બહુ મોટુ ટાસ્ક હોવા છતા આરોગ્ય વિભાગના મેલેરીયા કચેરી દ્વારા ૮૨ ગામોના ૨,૧૬,૪૧૬ લોકોને આવરી લેવાયા છે.

જિલ્લામાં જુદા જુદા તબક્કામાં ૭૫૮ લોકોને હોમ કોર ન્ટાઈન કરવામાં આવ્યા હતા ત્યારે આ કામગીરી અત્યંત જરૂરી હતી. સાથે સાથે જિલ્લામાં ૧૭ લાખ લોકોને રોગ પ્રતિકાર શક્તિ વધારવા ઉકાળાનું પણ વિતરણ કરાયું છે. આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે આયુષ ટીમ ખુબ સુંદર રીતે કામ કરી રહી છે.જિલ્લા મેલેરીયા અધિકારી અને એમની ટીમ દ્વારા રોજે રોજ જિલ્લાના ગામડાઓમાં સેનીટાઈઝેશનની કામગીરી હાથ ધરાઈ હતી.

જિલ્લા મેલેરીયા જિલ્લા મેલેરીયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે,દસ્ક્રોઈ તાલુકાના ૧૯ ગામ, સાણંદ તાલુકાના ૧૧, ધોળકા તાલુકાના ૧૨, બાવળા તાલુકાના ૧૧, વિરમગામ તાલુકાના ૪, દેત્રોજ તાલુકાના ૩,ધંધુકા તાલુકાના ૧૪, તથા ધોલેરા તાલુકાના ૮ મળી કુલ ૮૨ ગામોને સેનીટાઝ કરવામાં આવ્યા છે.

આ મેરેથોન કામગીરી માટે જિલ્લાના તાલુકાઓની ફાયર બ્રિદેડનેવે ટીમ તથા ૧૧ ફોગર મશીન અને ૮૪૦ કર્મચારીઓની મદદથી આ કામગીરી પાર પાડવામાં આવી છે અને અંદાજે ૫૬, ૦૦૦ હજાર લિટર કરતા પણ વધારે દવાના સોલ્યુશનનો ઉપયોગ કરવામાં હોવાનું જિલ્લા વિકાસ અધિકીરીએ ઉમેર્યું હતું.