આગ્રા-લખનઉ એક્સપ્રેસ પર ગમ્ખવાર અકસ્માત, 5ના મોત

કન્નોજમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસવે પર આજે સવારે ગમખ્વાર બસ અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ જણને કાળનો કોળિયો ભરખી ગયો જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ઘાયલોને સારવાર માટે કન્નોજની મેડિકલ કોલેજ અને ઈટાવાના સૈફઈમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલિસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ખાનગી બસ બિહારથી પ્રવાસીશ્રમિકોને લઈને દિલ્હી જઈ રહી હતી તે સમયે બસ એક્સપ્રેસ પર પસાર થતા સામે ઉભેલી કારને ધડાકાભેર ટ્ક્કર મારતા બન્ને ગાડી પલ્ટીને ખાડામાં ખાબકી હતી.

બસમા કુલ આશરે 40 થી 50 લોકો સવાર હતા આ અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના વિસ્તારનો લોકો મોટી સંખ્યામાં ટોળા વળી ગયા હતા. બાદમાં પોલિસ અને એક્સપ્રેસ પ્રેટ્રોલિંગ ટીમ તેમજ સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા લોકોના બહાર કાઢ્યા હતા. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે ઘણા લોકો ગંભીરરૂપથી ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.