ભરૂચની કેમિકલ ફેકટરીમાં વિસ્ફોટ 5નાં મોત, 57 ઘાયલ

ભરૂચના દહેજ ખાતે બુધવાર બપોરે કેમિકલ ફેકટરીમાં ટેંકમાં વિસ્ફોટ થયો જેમાં 5 લોકોના કરૂણ મોત નિપજ્યા તેમજ 57 લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કન્ટ્રોલ મેળવ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટના અંગે ભરૂચના કલેકટરે જણાવ્યું કે બુધવારે બપોરે એક એગ્રો કેમિકલ કંપનીના બોયલરમાં બલાસ્ટ થયો હતો. જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે જેમને ભરૂચની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આખી ફેકટરીમાં આગ લાગી હતી. સાવચેતીના પગલે કેમિકલ પ્લાટ પાસેના બે ગામોને ખાલી કરવામાં આવ્યા છે. ફેકટરીમાં મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો હતો. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.