અમદાવાદના જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પરિવારના 5 સભ્યો પણ પોઝિટિવ

અમદાવાદ જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. ધારાસભ્ય ખેડાવાળાએ કોટ વિસ્તારમાં કોરોના કેસો વધતા પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે બેઠક યોજી હતી. જેન પગલે વિજય રૂપાણીનો પણ કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.

બીજી બાજુ ઇમરાન ખેડાવાલા ધારસભ્યના પરિવારને હવે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેમાં ખેડાવાળાના ભાઈ-ભાભી અને બે ભાણીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ ઇમરાનના ભત્રીજાની પત્નીને કોરોના પોઝિટીવ આવ્યો છે. આમ ઇમરાનના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિ કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.