ગુજરાતમાં કોરોનાના 24 કલાકમાં 572 કેસ, 25નાં મોત, 575 ડિસ્ચાર્જ

ગુજરાતમાં કોરોના વાયરસનો કેર યથાવત છે સતત 12માં દિવસે 500થી વધુ કેસો નોંધવાનો સિલસીલો જારી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 557 કેસો નોંધાયા છે આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓ કુલ આંકડો 29 હજારને પાર કરી ગયો છે. જ્યારે કોરોના કારણે 25 લોકોના સારવાર દરમ્યાન જુદી-જુદી હોસ્પિટલમાં મોત નિપજતા કુલ મૃત્યુઆંક 1,736 પર પહોંચી ગયો છે.

તેમજ સૌથી મોટી રાહત એ છે કે, આજે કેસ કરતા ફરી વધુ 575 દર્દીઓ કોરોનાને મ્હાત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 21,096 થઈ ગઈ છે. જોકે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3,40,080 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં કુલ એકટિવ કેસોની સંખ્યા 6,169 થઈ ગઈ છે.

બીજુ બાજુ રાજ્યમાં કોરોનાનું એપી સેન્ટર ગણાતા અમદાવાદ કોરોના 205 નવા કેસો નોંધાયા કુલ કેસોનો આંક 19,586 આંબી ગયો છે જ્યારે 15 લોકોના કોરોના કારણે મોતને ભેટ્યા છે જે સાથે કુલ મૃત્યુઆંક 1,376 થઈ ગયો છે. ફરી આજે સુરત શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થતા 155 કેસા સામે આવ્યા છે.