મધ્યપ્રદેશના છતરપુરમાં ગમખ્વાર અકસ્માતમાં 4 બાળક સહિત 8ના મોત

મધ્યપ્રદેશના છતરપુરમાં આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં આઠ લોકોના કરૂણ મોચ નિપજ્યા છે જે પૈકી 4 બાળકો 2 મહિલા સહિત આઠ લોકોને કાળનો કોળિયો બની ગયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ લોકો બાઈક પર સવાર થઈને ચંદ્રનગરથી છતરપુર જઈ રહ્યા જે દરમ્યાન તીવ્ર ઝડપથી આવતી સ્કોર્પિયો કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારી જેને પગલે ઘટનાસ્થળે અનેકના મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતા સ્વાસ્થ્ય વિભાગ અને પોલિસ ટીમ પહોંચીને મૃતદેહને પીએમ માટે મોકલી દીધા છે.