ખુશખબર: 12 સપ્ટેમ્બરથી 80 નવી વિશેષ ટ્રેન દોડશે, વાંચો બુકિંગ ક્યારથી?

ભારતીય રેલ્વેએ 12 સપ્ટેમ્બરથી 80 નવી વિશેષ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે 10 સપ્ટેમ્બરથી બુકિંગ કરી શકાશે. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદ કુમારે આજે જણાવ્યું કે, ભારતીય રેલ્વે 12 સપ્ટેમ્બરથી 40 જોડીની વિશેષ ટ્રેનો દોડાવશે જે માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે.

રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે આ 40 જોડી એટલે કે 80 સ્પેશિયલ ટ્રેનો પહેલાથી જ ચાલી રહેલી 230 ટ્રેનો ઉપરાંત દોડાવવામાં આવશે. તેમજ કહ્યું કે, રાજ્યોની માંગ અને જરૂરિયાત મુજબ ટ્રેનો દોડાવવામાં આવશે.

રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે જે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે તેના પર નજર રાખવામાં આવશે. જ્યાં પણ ટ્રેનની માંગ છે અથવા લાંબી પ્રતીક્ષાની સૂચિ હશે ત્યાં વાસ્તવિક ટ્રેન પહેલાં ક્લોન ટ્રેન ચલાવવામાં આવશે.

તેમણે કહ્યું કે પરીક્ષાઓ માટે અથવા રાજ્ય સરકારની વિનંતી પર વિશેષ ટ્રેનો કરવામાં આવશે. નોંધનીય છે કે, કે કોરોના મહામારીને પગલે, રેલ્વે હાલમાં માત્ર 230 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે.