Audio: PM મોદીએ મરણમૂડી સમાન રકમ રાહત ફંડમાં આપનારા 99 વર્ષના રત્ના બાપાએ જોડે ટેલિફોન પર વાત કરી

સૌરાષ્ટ્રના જૂનાગઢ નજીક આવેલા બિલખા ગામમાં રહેતા ૯૯ વર્ષના રત્ના બાપાએ બે દિવસ પહેલાં પોતાની મરણમૂડી સમાન જમા કરેલી રકમ ૯૯ હજાર રૂપિયાની રકમનો ચેક રાહત ફંડમાં આપ્યો હતો જિલ્લા કલેકટર ઓફિસ માં જઈને રત્ના બાપાએ આ ચેક સુપરત કર્યો હતો આ બાબતની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને થઈ હતી આથી તેઓએ નવી દિલ્હીથી રત્ના બાપાને ફોન કર્યો હતો.

જેમાં વડાપ્રધાને તેઓના ખબર-અંતર પૂછ્યા હતા તેમજ મોદીએ રત્ન બાપાને પ્રશ્ન પૂછ્યો હતો કે હું તમને મળવા તમારી ઘરે આવતો હતો એ તમને યાદ છે મોદીએ હસતા હસતા રત્ના બાપા જોડે શું વાત કરી હતી તે તમે સાંભળો.