મહારાષ્ટ્રમાં 5 માળની ઈમારત ધરાશાયી, 200થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા

મહારાષ્ટ્રના રાયગઢમાં આજે સાંજે એક મોટી દુર્ઘટના ઘટી છે. રાયગઢમાં પાંચ માળની એક ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઈમારતના કાટમાળમાં આશરે 200થી વધુ લોકો ફંસાયા હોવાની આશંકા છે.

બિલ્ડિંગ ધરાશાયીના પગલે સ્થાનિક વહીવટી તંત્રએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધાં છે અને ફસાયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢવાની કોશિશ કરાઈ રહી છે. બચાવ અને રાહત કાર્ય ઝડપીથી થાય તે માટે પૂણેથી NDRFની ત્રણ ટૂકડીને ઘટના સ્થળે નોકલામાં આવી છે.

જે ઈમારત જમીનદોસ્ત થઈ તેનું નામ તારિક ગાર્ડન છે. સ્થાનિક લોકોના પ્રમાણે ઈમારતના કાટમાળમાં ઘણા લોકો દટાયા છે. જિલ્લાના કલેક્ટર ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યનું નેતૃત્વ કરી રહ્યા છે.