વડોદરામાં મોડી રાત્રે નિર્માણાધીન ઈમારત ધરાશાયી, 3ના મોત

વડોદરામાં સોમવારે મોડી રાત્રે એક નિર્માણાઘીન ઈમારત ધરાશીયી થતા 3 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે જ્યારે કુલ નવ લોકો નવ લોકો કાટમાળમાં દબાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર નીકાળ્યા હતા અને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટના વડોદરાના બાવામનપુરામાં વિસ્તારમાં ઘટી હતી અને સ્થાનિક લોકોએ કહ્યું કે, આ ઈમારત લગભગ ત્રણ દશર જૂની છે.