કોવિડ-19માં માનસિક સમસ્યાના પગલે “કોરોના સાંત્વના 1100 નંબર”ની હેલ્પલાઈન શરૂ કરાઈ

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે જેને પગલે લોકો કોરોના મહામારી કપરા સમયમાં મને તો કોરોના નહિ થયો હોય, આર્થિક મુશ્કેલી પરિણામે મોટા ભાગના લોકો માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે આજે સાબરમતી રિવરફન્ટ હાઉસ ખાતે મ્યુ. કમિશનર મુકેશ કુમાર અને એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તા અને વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુ. કમિશનર સાથે બેઠક યોજાઈ હતી જેમાં કોવિડ-19 ના કારણે માનસિક સમસ્યામાં લોકોને મદદ મળે તે માટે કોરોના સાંત્વના નામની 1100 નંબરની હેલ્પલાઈન શરૂ કરી મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન મળી રહે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત હવે શહેરીજનોને કોરોનાની અસરો અંગે ચિંતા, નકારાત્મક વિચારો, કુંટુંબીજનના કોરોના કારણે મૃત્યુના પગલે માનસિક તકલીફો અને સમસ્યા અંગે ચર્ચા કરી નિ:શુલ્ક સલાહ આપવામાં આવશે. આ હેલ્પલાઈનમાં ખાસ ટીમો સવારે 9થી રાત્રીના 9 વાગ્યા સુધી ઉપલ્બધ રહેશે અને સ્ત્રીઓના સમસ્યાઓ સાંભળીને તેના નિરાકરણ માટે પ્રત્યેક ટીમમાં મહિલા તબીબ ચિકિત્સક પણ હાજર રહેશે તેમજ અમુક ગંભીર કિસ્સાઓમાં નિષ્ણઆંત માર્ગદર્શન માટે આં બન્ને ટીમોને સહયોગ કરવા SVP અને LG હોસ્પિટલોના વરિષ્ઠ તબીબોની એક ટીમ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં અમલમાં આવતી કોરોના સાંત્વના 1100 નંબરની હેલ્પલાઈન સમ્રગ દેશમાં આ પ્રકારની સેવા આપતી અજોડ અને સર્વપ્રથમ હેલ્પલાઈન હશે.