IASના ગ્રુપમાં નિવૃત અધિકારીએ પોતાની નગ્ન તસ્વીર શેર કરી

ગુજરાત IAS ગ્રુપમાં એક શર્મશાર ઘટના ઘટી છે. એક નિવૃત IAS ઓફિસરે વોટ્સએપ ગ્રુપમાં નેકેડ તસ્વીર શેર કરી જેને લઈને અધિકારીઓમાં ચકચાર મચી ગયો છે. જે ગ્રુપમાં મહિલા IAS અધિકારીઓ પણ એકટિવ છે જેને પગલે નેકેડ તસ્વીરનો જોરદાર વિરોધ કર્યો હતો. જોકે બાદમાં ઓફિસરે તસ્વીરને ડીલીટ કરી નાખી હતી.

હવે ચર્ચોનો વિષય એ છે કે આટલા મોટા અધિકારીએ નગ્ન તસ્વીર શા માટે વોટ્સએપ ગ્રુપમાં નાખી તેની પાછળ તેનો હેતુ શુ હતું? શું ભૂલથી તસ્વીર શેર થઈ હતી. આમ અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે ચીફ મિનીસ્ટર કાર્યાલયે પણ નોંધ લીધી છે અને તપાસનો આદેશ આપ્યો છે.