સમગ્ર દેશમાં ત્રીજું લોકડાઉન ચોક્કસથી આવશે

વડાપ્રધાન સાથે જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓએ જે ચર્ચા કરી છે તે મુજબ 10 દિવસ લોકડાઉન વધારાશે

કોરોના વાયરસ પગલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશભરમાં ૩જીમે સુધીનું લોકડાઉન કરેલુ છે. હજુ પણ રોગચાળાની સ્થિતિ અંકુશમાં આવી નથી અને રોજેરોજ કેસોમાં સતત વધારો થયો છે. બીજી બાજુ દરેક રાજ્યોમાં શું સ્થિતિ છે અને લોકડાઉનને ચાલુ રાખવું જોઈએ કે છૂટછાટો આપવું જોઇએ તે સંદર્ભ માં જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી અભિપ્રાયો અને હકીકત જાણવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સથી બેઠક કરી હતી.

ગાંધીનગરના આધારભૂત સૂત્રો જણાવે છે કે આ બેઠકમાં મોટાભાગના બિન ભાજપી રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉનને વધારવા માટેની વાત કરી છે જ્યારે કેટલાક મુખ્યમંત્રીઓએ એવી રજૂઆત કરી છે કે કેટલીક શરતો રાખીને પણ લોકડાઉનમાં છૂટછાટો આપવી જોઈએ.

આવા મુખ્યમંત્રીઓની દલીલ એવી હતી કે જે જિલ્લા કે જે વિસ્તારોમાં કોરોના વાયરસના કેસો ખૂબ જ ઓછા છે અથવા એક પણ મરણ થયું નથી તેવા વિસ્તારોમાં દુકાનો અને કોમ્પેલેક્સ શોમાં ચાલતી ઓફિસોને ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઇએ.

પરંતુ જે હોટસ્પોટ વિસ્તારો છે ત્યાં આગળ આવી મંજુરી આપવી જોઈએ નહીં અને લોકડાઉનનો કડકથી અમલ કરાવવો જરૂરી છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ સાથેની આ મેરેથોન વિડીયો કોન્ફરન્સ હતી એવું તારણ કાઢી શકાય છે કે સમગ્ર દેશમાં ત્રીજુ લોકડાઉન ચોક્કસથી આવી રહ્યું છે.

જોકે આ લોકડાઉનનો સમય કદાચ થોડો ઓછો રહેશે એટલે કે ત્રીજું લોકડાઉન દસ દિવસ હોઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૫મી માર્ચે પ્રથમ વખત ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યારબાદ ફરીથી ૩જી મે સુધીનું 19 દિવસનું લોકડાઉન આપ્યું છે આમ બંને લોકડાઉનનો કુલ સમય ૪૦ દિવસનો થઈ ગયો છે.

જાણકારો કહે છે કે કેન્દ્ર સરકારની ઈચ્છા હજુ વધુ ૧૯ દિવસ સુધી લોકડાઉન રાખવાની છે જેથી મહામારી ના આ સંક્રમણ ને આગળ વધતું અટકાવી શકાય એટલું જ નહીં દેશના મોટાભાગના લોકો પણ એવું માને છે કે હાલમાં નોકરી ધંધો નથી જીવ બચાવવા મહત્વના છે જેથી લોકડાઉનમાં છૂટછાટ આપવાનો કે તેને ખોલવા ની કોઈ જરૂર નથી પરંતુ લોકડાઉનનો સમય હજુ વધારવો જોઇએ તેવી લોકોની લાગણી છે આ બધા મુદ્દાઓ ને જઇએ તો જાણે છે કે દેશવાસીઓએ ત્રીજા લોકડાઉન માટે તૈયાર રહેવું પડશે.

One Reply to “સમગ્ર દેશમાં ત્રીજું લોકડાઉન ચોક્કસથી આવશે”

Comments are closed.