ગુજરાતમાં હવે 14 એપ્રિલથી નહીં પરંતુ જૂન મહિનાથી જ શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થશે

શિક્ષણ સચિવ આઈએએસ વિનોદ રાવની વડોદરામાં જાહેરાત

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસને પગલે કફોડી હાલત થઈ ગઈ છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે પરંતુ લોકડાઉનનો સમય વધારવામાં આવે તેવી પૂરી શક્યતા કારણ કે દેશમાં અને ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકડાઉન એકમાત્ર વિકલ્પ બચે છે

જેથી શિક્ષણ સચિવ વિનોદ રાવે આજે વડોદરામાં મીડિયા સાથેની વાતચીતમાં એવી જાહેરાત કરી હતી કે ગુજરાતની શાળાઓમાં શૈક્ષણિક સત્ર જુન મહિનાના બીજા સપ્તાહથી શરૂ થશે.

અત્રે નોંધનીય છે કે આ અગાઉ કે જ્યારે ભારતમાં અને ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિન હતી લોકડાઉન પણ ન હતું એ સમયે વિનોદ રાવે સીબીએસસી પેટર્ન મુજબ ગુજરાતની શાળાઓમાં ૧૪મી એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાની વાત કરી હતી.

પરંતુ હવે એ બાબત શક્ય બનવાની નથી આથી જૂન મહિનાથી જ નવ સત્ર ચાલુ થશે લોકડાઉન ગમે ત્યારે ખૂલશે તો પણ હવે શાળાઓના વિદ્યાર્થીઓ નું વેકેશન જૂન સુધી ચાલુ જ રહેશે.