પારૂલ યુનિવર્સિટી રેપકાંડના આરોપી ડો. જયેશ પટેલનું સારવાર દરમ્યાન નિધન

વડોદરામાં આવેલી ખાનગી પારૂલ યુનિવર્સિટિ રેપકાંડના આરોપી ડો. જયેશ પટેલનું સારવાર દરમ્યાન નિધન થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જેલ કસ્ટડી સાથે ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા હતા. આવતીકાલે પારૂલ યુનિવર્સિટિ ખાતે અંતિમવિધિ થાય તેવી શક્યતાઓ છે.

નોંધનીય છે કે, પારૂલ ઈન્સ્ટિટ્યૂટમાં ભૂતકાળમાં ઘણા કૌભાંડો થયા છે જેમાં પ્રવેશ માટે લાખો રુપિયા ડોનેશન ઉઘરાવ્યા અને પારુલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી એક છોકરી ડો. જયેશ પટેલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેને પગલે આ કેસ રાજ્યભરમાં ચકચાર મચાવી હતી.