ADC બેંક દ્વારા ઉસ્માનપુરા ખાતે વિવિધ અનાજ સામગ્રીની જમ્બો કીટનું વિતરણ કરાયું

પ્રધામંત્રી નરેન્દ્ર મોદીની કોરોના મહામારીના સમય માં ગરીબોને બને તેટલી મદદ કરવા ની અપીલ ને ધ્યાન માં રાખી ને ADC બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટીંગ માં અગત્યના નિર્ણય બાદ અજય પટેલ (ચેરમેન) અને ઈલેશ પટેલ (ડિરેક્ટર) ના નેતૃત્વમાં ADC બેંક દ્વારા અમદાવાદ ના ઉસ્માનપુરા વિસ્તારમાં ૫૦૦૦ અનાજ સહાય ની જમ્બો કીટ વિતરણ નો પડકાર ઉપાડ્યો છે. ઉસ્માનપુરા ગામના નાકે, કાલકમતા ના મંદિર પાસે ૨૦કિલો સહાય સામગ્રી કીટ નું વિતરણ કરાયું હતું.

જેમાં ૪ કિલો બટેકા, ૪ કિલો ડુંગળી, ૧ કિલો ગોળ, ૭ કિલો ઘઉં નો લોટ, ૧ કિલો ચોખા, ૧ કિલો મીઠું અને ૧ લાઇફબોય સાબુ અને ૨ કિલો તેલ નો સમાવેશ થાય છે. BJP મીડિયા સેલના હિતેશ પટેલ (પોચી) તેમજ નારણપુરાના અન્ય યુવાનો પણ આ સેવાયજ્ઞ માં જોડાયા છે. રસપ્રદ બાબત એ છે કે જમ્બો કીટના વિતરણ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને લોકોના ટોળા ભેગા ન થાય તે બાબત ખૂબ જ મોટો પડકાર બની ગઈ હતી.

આથી કીટ વિતરણ કરતા પહેલા આયોજકોએ કલેકટર ઓફિસના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હતો ત્યારબાદ તેઓના માર્ગદર્શન અને સુચના મુજબ કાર્યવાહી કરાઈ હતી જે પ્રમાણે લોકોને અગાઉથી ટોકન આપી દેવાયા હતા અને ત્યારબાદ જેને ટોકન અપાયા હતા તેઓ ને ફોન કરીને કીટ લેવા માટે બોલાવાયા હતા આખો દિવસ આ રીતની કાર્યવાહી ચાલુ રહી હતી જેને કારણે લોકોના ટોળા પણ ભેગા થયા ન હતા ઉપરાંત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ પણ કિટના વિતરણ સમયે હાજર રહ્યા હતા.