અમદાવાદની રાજપથ ક્લબ 1.25 કરોડનો ચેક આપ્યો

અમદાવાદના એસજી હાઈવે પર આવેલી રાજપથ ક્લબ પણ દેશભરમાં વ્યાપી ગયેલા કોરોના વાયરસની આ મહામારી વખતે લોકોની સેવા કરવા આગળ આવી છે. ક્લબના હોદ્દેદારો દ્વારા વડાપ્રધાન તથા મુખ્ય મંત્રીશ્રીના રાહત ફંડમાં સવા સવા કરોડ જમા કરાવવાનું નક્કી કર્યું છે.

જેના ભાગરૂપે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી મળીને કોરોના કટોકટી વખતેની લડાઈમાં સહાય થવા માટે સવા કરોડની રકમના ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણી ને અર્પણ કર્યો હતો.