4 મેથી ડોમેસ્ટીક ફલાઈટ શરૂ થશે

1લી જૂનથી આંતરાષ્ટ્રીય ફલાઈટ ચાલુ થશે

કોરોનો વાયરસને ફેલાતો રોકવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં પ્રથમ તબક્કામાં 21 દિવસનું લોકડાઉન કર્યું હતું. જેને વધારીને બીજા તબક્કામાં 19 દિવસનું લોકડાઉન કરી કુલ 40 દિવસનું ભારતમાં લોકડાઉન જારી છે. જેને પગલે વિમાન સેવા 3 મે સુધી બંધ છે. પરંતુ હવે એર ઈન્ડીયાએ ટિકિટોનું બુકિંગ શરૂ કરી દીધુ છે જેની માહિતી એર ઈન્ડીયાની વેસાઈટ પર જાણકારી આપી છે.

આ સ્થિતિ વચ્ચે આજે એર ઈન્ડીયાએ બપોર પછી જાહેરાત કરી છે કે 4 મેથી ડોમેસ્ટીક ફલાઈટનું ટિકિટ બુકિંગ અને આંતરાષ્ટ્રીય ફલાઈટ 1લી જૂનથી બુકિંગ શરૂ થશે.

જેની માહિતી એર ઈન્ડીયા તેની વેબસાઈટ પર આપી છે. કોરોના વાયરસને કારણે દેશવ્યાપી લોકડાઉનને કારણે ડોમેસ્ટીક ઉડ્ડયન માટે 3જી મે સુધી અને આંતરાષ્ટ્રીય ઉડ્ડયન ટિકિટ બુકિંગ માટે 31 મે સુધી પ્રતિબંધ છે.