Air Indiaના કર્મચારીઓને ઝાટકો, વગર પગારે પાંચ વર્ષ સુધી રજા પર મોકલશે

કોરોના મહામારીમાં લોકડાઉનના પગલે દેશમાં સૌથી મોટો ફટકો એરલાઈન્સ કપંનીઓને પડ્યો છે. સરકારી એરલાઈન્સ અને આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવા પ્લાન તૈયાર કર્યો છે જેના ભાગરૂપે કર્મચારીને વગર પગારે એટેલે કે લીવ વીથાઉટ પે (LWD) 6 માસથી લઈને પાંચ વર્ષ સુધી રજા આપવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એર ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બંસલને કેટલાક કર્મચારીઓને છ મહિનાથી પાંચ વર્ષ સુધી પગાર વિના અનિવાર્યપણે રજા પર મોકલવાની સત્તા આપવામાં આવી છે કર્મચારીઓ તેમની કાર્યક્ષમતા, ક્ષમતા, કામગીરીની ગુણવત્તા, કર્મચારીઓના સ્વાસ્થ્ય, વગેરેના આધારે પસંદ કરવામાં આવશે.

એર ઈન્ડિયાના આ પ્લાનને બોર્ડ ઓફ ડાયરેકટરની 102ની બેઠકમાં મંજૂરી મળી ગઈ છે આદેશ પ્રમાણે હેડક્વાર્ટર અને પ્રદેશ વડાને આ યોજના મુજબ કર્મચારીઓના નામ મુખ્ય મથકે મોકલવા કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, કોરોનો કારણે દેશભરમાં 23 માર્ચથી આંતરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક હવાઈ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, 25 મેથી ઘરેલું વિમાન સેવા શરૂ કરવામાં આવી છે જે માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન પણ જારી કરી છે.