અમદાવાદમાં આજ રાત્રીથી એક સપ્તાહ સુધી દૂધ-દવા સિવાય તમામ દુકાનો બંધ

ગુજરાતમાં કોરોના વાયરસને કેર જારી છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનો રોગચાળો બેકાબૂ બન્યો છે. જેને પગલે નવા મ્યુનિ. કમિશનર મુકેશ કુમારે કોરોના વાયરસને વધુ ફેલાતો રોકવા માટે આદેશ કર્યો છે કે આગામી એક સપ્તાહ સુધી દૂધ અને દવા સિયાય તમામ દુકાનો આજ રાતથી 15મે સુધી બંધ રહેશે. આ અંગે ડેપ્યુ. મ્યુ. કમિશનરોને કડક અમલ માટે આદેશ કર્યો છે અને આદેશનું ભંગ કરનારને કલમ 188 અને 270 ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે પણ કાર્યવાહી કરવામાં આવશે.

તેમજ અમદાવાદના રેડ અને કન્ટેન્ટમેન્ટ ઝોનને BSFની પાંચ ટૂકડીને ઉતારીને તે વિસ્તારને સીલ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે અમદાવદમાં કોરોના વાયરસના સૌથી વધુ 349 કેસો નોંધાયા હતા અને સાથે 39 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ 84 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.