અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પીટલના તમામ સ્ટાફને 14 દિવસ માટે હોમ કવોરન્ટાઈલ કરાયો

અમદાવાદના વાસણા વિસ્તારમાં જીવરાજ મહેતા હોસ્પીટલ છે. હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા ૬૦ વર્ષના એક બુઝુર્ગ સારવાર કરવા માટે આવ્યા હતા. ત્યારબાદ આ બ્લોગને હવે કોરોના વાઈરસ હોવાનો રિપોર્ટ આવ્યો છે જેને પગલે ભારે હલચલ મચી છે. સત્તાવાળાઓએ તાત્કાલિક રીતે જીવરાજ મહેતા હોસ્પીટલના તમામ સ્ટાફને 14 દિવસ માટે હોમ કવોરનટાઈલ કરી દીધા છે.

આ હોસ્પિટલ બંધ રહે અને સારવાર કરવા આવતા દર્દીઓને કોઈ પરેશાની ન રહે તે માટે અન્ય ડોક્ટરોને અને સ્ટાફને પણ આ હોસ્પિટલમાં તેનાત કરવામાં આવ્યો છે જે વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેનો સંપર્ક હોસ્પિટલ માં કયા કયા ડોક્ટર સ્ટાફ સાથે થયો હતો તેની તપાસ ચાલુ થઈ છે જેની સાથે સંપર્ક થયો હતો તેવા લોકો પર વિશેષ નજર રખાઈ રહી છે.