તમામ રાશનકાર્ડ ધારકોને અપાતા અનાજના પુરવઠામાં ખાદ્યતેલનો પણ સમાવેશ કરો

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ CM રૂપાણીને પત્ર લખ્યો

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે
સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે. વિશ્વના 205 ઉપરાંત દેશોમાં આ રોગ અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે, જેના કારણે હજારો લોકો મોતનો શિકાર બનેલ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, (WHO) એ પણ આ વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્‌યો છે.

કોરોના વાયરસને આગળ વધતો/ફેલાતો અટકાવવા, સરકાર દ્વારા સમગ્ર દેશમાં સોશ્યલ ડીસ્ટેન્સીંગ જળવાઈ રહે તે હેતુસર તા. 22-3-2020ના રોજ જનતા કરફયુ અને ત્યારબાદ તા. 24-3-2020થી 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેનું ચુસ્‍ત પાલન ગુજરાતની જનતા દ્વારા પણ કરવામાં આવી રહ્‌યું છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે પણ આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકારને સતત સાથ અને સહકાર આપી રાજ્યની જનતાને ઉગારી લેવાના ઉદ્દેશ્ય સાથે જવાબદાર વિરોધપક્ષની ભૂમિકા અદા કરી છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોના વેપાર-ધંધા-રોજગાર સહિત રોજીંદું જનજીવન સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત દયનીય બની ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમમ વર્ગના લોકો માટે જે રાશનની કીટની વ્યનવસ્થા કરવામાં આવી છે તેમાં ખાદ્યતેલનો સમાવેશ કરવામાં આવેલ નથી, જેથી આ કીટ અધૂરી રહે છે. દરેક પરિવારને અનાજ પકવવા માટે ખાદ્યતેલની ખાસ જરૂરિયાત હોય છે.

રાશનની કીટમાં મીઠું આપવું તે કીટને સંપૂર્ણ કરવા માટેનું કારણ હોઈ શકે પરંતુ તેમાં ખાદ્યતેલનો સમાવેશ થયેલ નથી, જેથી કીટ અધૂરી રહે છે. આવા સંજોગોમાં અનાજ વિતરણમાં કે રાશનની કીટમાં ખાદ્યતેલનો સમાવેશ ન કરવો તે ગરીબ અને મધ્યમવર્ગની મશ્કરી સમાન છે.

આગામી તા. 13-4-2020ના રોજ વિતરણ થનારી અનાજની કીટમાં ખાદ્યતેલનો સમાવેશ કરવો તથા હવે પછી રાજ્યના તમામ રાશનકાર્ડ ધારકોને અપાતા રાશનના જથ્થામાં પણ ખાદ્યતેલનો સમાવેશ કરવો અત્યંત જરૂરી છે.

રાજ્યા સરકાર ઉક્ત બાબતને ખૂબ જ ગંભીરતાથી લે અને રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોના હિતમાં તમામ રાશનકાર્ડ ધારકોને અપાતી રાશનની કીટમાં ખાદ્યતેલનો અવશ્ય સમાવેશ કરવા જરૂરી કાર્યવાહી થવા મારી આગ્રહભરી વિનંતી છે.

One Reply to “તમામ રાશનકાર્ડ ધારકોને અપાતા અનાજના પુરવઠામાં ખાદ્યતેલનો પણ સમાવેશ કરો”

  1. Hello sir Mai Sarita Ranjit Singh Baghel mere husband auto driver he or humara roj ka kamana or roj ka khana tha abhi humare pas paise nhi he khane ke liye rason wale ke pas jate he to bolta he ghar pr ayenge name likhne Abhi tak koi nhi aya hum bhade k makan me rehte he aap hi batai ab hum kya karein or Kahan jaye

Comments are closed.