AMCએ રાજસ્થાન હોસ્પિટલને બેડની સંખ્યા નહીં ફાળવવા બાબતે નોટિસ ફટકારી

અમદાવાદમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીને કારણે બે દિવસ અગાઉ દર્દીએ અંતિમ શ્વાસ હોસ્પિટલના ગેટ પર છોડ્યા હતા. હોસ્પિટલના સ્ટાફે સમયસર દર્દીને બેડ ન ફાળવતા જેને પગલે તેમના પરિવારજનોએ આ ઘટના અંગે ભારે હાબાળો મચાવ્યો હતો.

આ બનાવની તપાસ થતા આરોગ્ય અધિકારી દ્રારા રાજસ્થાન હોસ્પિટલના ચેરમેન, બોર્ડ ઓફ મેનેજમેન્ટના 8 સભ્યો સહિત કુલ 32 હોદ્દેદારોને એપેડામીક ડીસીઝ એક્ટ અંતર્ગત ભારે દંડ તેમજ રજીસ્ટ્રેશન રદ્દ કરવા અને અન્ય સખત કાયદેસરની કાર્યવાહી કરવા નોટિસ પાઠવામાં આવી છે.