ટ્રમ્પનો 24 કલાકમાં સૂર બદલ્યો, મોદીએ મદદ કરી

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા કોરોના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે અમેરિકાએ ભારત પાસે સહાય માંગી હતી. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ધમકી ભર્યું નિવેદન સામે આવ્યું હતું પરંતુ 24 કલાકમાં જ ટ્રમ્પના સૂર સંપૂર્ણ રીતે બદલાઈ ગયા હોય તેવું લાગે છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદીએ આ મુદ્દે તેમની મદદ કરી છે તે ખૂબ મહાન છે.

ડોનાલ્ડ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના મુદ્દે અમેરિકા ન્યૂઝ ચેનલ સાથે ભારત સાથે થયેલા વિવાદ પર ચર્ચા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે અમે વિદેશથી ઘણી સારી દવાઓ મંગાવી રહ્યા છીએ જેને લઈને મે વડાપ્રધાન મોદી સાથે પણ વાતચીત કરી છે કારણે કે ભારતમાંથી ઘણી દવાઓ અમેરિકામાં આવી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતચીતમાં કહ્યું કે મેં પીએમ મોદીને પૂછ્યું કે તેઓ દવાઓ આપશે? ભારતે તેમની જરૂરિયાત માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ તે સાચુ છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડ્રમ્પે બે-ત્રણ દિવસ પહેલા નિવેદનમાં કહ્યું હતું કે જો ભારત હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સપ્લાય નહીં કરે તો તે જવાબી કાર્યવાહી કરી શકે છે. જે બાદ ભારતમાં આ નિવેદનને લઈને વિરોધ થયો હતો. વિપક્ષી પાર્ટી દ્વારા સરકારને અમેરિકાના દબાણમાં કામ ના જણાવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ મુદ્દે ઘણા લોકો ઘણું કહી રહ્યા છે પરંતુ તે આની પરવાહ નથી કરતા. કરાણ કે અહીં લોકોના જીવ બચાવવાનો મુદ્દો છે.