ભારત-ચીનની તંગદિલી વચ્ચે, રેલ્વેએ ચીની કંપની સાથે 471 કરોડનો કરાર રદ કર્યો

લદ્દાખના ગલવાન ઘાટીમાં ચીનની ચાલ બાદ ભારત હવે ચીનને પાઠ ભણાવવાનું શરૂ કર્યું છે. ભારતીય રેલ્વેએ ચીની કંપની સાથે એક કરાર રદ્દ કર્યો જે 2016માં ચીન કંપની જોડે 471 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો જેમાં તેણે 417 કિ.મી. લાંબો રેલ્વે ટ્રેક પર સિગ્નલ સિસ્ટમ લગાવાનો હતો. આ અગાઉ સરકારે BSNL અને MTNL નિર્દેશ આપ્યો હતો કે ચીની ઉપકરણોનો ઉપયોગ ઓછો કરો.

ભારતીય રેલ્વેના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(DFCCIL)એ બીજિંગ નેશનલ રેલ્વે એન્ડ ડિઝાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ સિગ્નલ એન્ડ કોમ્યુનિકેશન ગ્રુપ કો.લિ. કરાર રદ્દ કરી દીધો છે. આ પ્રોજેકેટ અંતર્ગત કાનપુર અને દીન દીયાલ ઉપાધ્યાય રેલ્વે સ્ટેશનના સ્ટેશનના સેક્શન વચ્ચે 417 કિ.મીમાં સિગ્નલિંગ ટેલીકોમ્યુનિકેશનનું કામ કરવાનું હતું જેની કિંમત 471 કરોડ રૂપિયા હતી.

આ મામલે રેલ્વે સ્પષ્ટતા કરીને કહ્યું છે કે ભારતીય રેલ્વે હેઠળ DFCCIL ખરાબ પ્રદર્શનને કારણે ચીની કંપની સાથે કરાર સમાપ્ત કર્યો છે. તેમજ કહ્યું કે રેલ્વએ આ પ્રોજેક્ટને રદ્દ કર્યો છે. DFCCIL કંપનીના ખરાબ પ્રદર્શનના પગલે આ નિર્ણય લીધો છે.