“એમ્ફાન” વાવાઝોડુ ત્રાટક્યું 4ના મોત, વૃક્ષો ધરાશાયી

સુપર સાઈક્લોન એમ્ફાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કેટલાક વિસ્તારોમાં ટકરાયું છે. બંગાળ અને ઓડિશામાં તીવ્ર ઝડપી પવન અને મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે.

મહાતૂફાન એમ્ફાનને પગલે અત્યાર સુધીમાં 4 લોકોના મોત નિપજ્યા છે. જેમાં બે પશ્ચિમ બંગાળ અને બે ઓડિશામાં મોત થયા છે.સાઈક્લોન એમ્ફાન દીઘા(પશ્ચિમ બંગાળ) અને બાંગ્લાદેશના હટીયા દ્વીપના વચ્ચે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તટને પાર કરી ને પવનની ગતિ 155-165 કિ.મી પ્રતિ કલાકથી વધીને 185 કિ.મી પ્રતિ કલાક થઈ ગઈ છે.

મોસમ વિભાગે કહ્યું કે બપોરે 2.30 વાગ્યે એમ્ફાનને દસ્તક આપી અને જે ચાર કલાક સુધી જારી રહેશે. એમ્ફાન વાવાઝોડાની ઝપેટમાં આવતા પહેલા બંગાળ અને ઓડિશામાંથી લગભગ 5 અને 1.5 લાખ થી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા છે. તેમજ NDRFની 53 ટીમને જાનમાલના નુકસાનથી બચાવવા તૈનાત કરવામાં આવી છે.