આરોગ્ય સચિવ જ્યંતી રવિ વિરુદ્ધ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનો રોષ…

જયંતિ રવિ સાબિત કરે કે ટેસિલીઝુમેબ ઇન્જેક્શનના કાળા બજાર અને દુરુપયોગ તબીબોએ કર્યો છે… અન્યથા માફી માંગે..

ગુજરાત સહિત સમ્રગ ભારતમાં કોરોના મહામારીમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશન સરકાર સાથે ખભે ખભો મેળાવીને છેલ્લા કેટલાક માસથી કોરોના દર્દીઓને પોતાના જીવ જોખમાં મૂકીને સેવા કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ગઈકાલે સુરતમાં આરોગ્ય સચિવ ડો. જંયતિ રવિએ ટોસિલિઝુમેબ ઈન્જેકશનના કાળા બજાર અને દુરૂપયોગ કર્યો તેવો તબીબો પર ઈન્જેકશનના ગંભીર આરોપ લગાવ્યો છે. જેને પગલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશ આરોગ્ય સચિવ વિરૂદ્ધ રોષની લાગણી અનુભવી છે.

તેમજ સ્પષ્ટ માંગણી કરી છે કે, આરોગ્ય સચિવ પુરવાર કરે અને ના કરી શકે તો નિવેદન પાછું લે તેવી માંગણી કરી છે. તેમજ જો માંગણી સંતોષવામાં નહિ આવે તો મેડીકલ એસોસિએશન પ્રતીકાત્મક આંદોલન કરવાની ફરજ પડશે તેવું કહ્યું છે.