અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટે CMને 21 લાખનો ચેક આપ્યો

વિશ્વવ્યાપી નોવેલ કોરોના વાયરસ સામે લડવા અને આ રોગની અસરોથી થયેલ નુકશાનમાંથી જનજીવન પૂર્વવત કરવાના સહયોગ રૂપે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ દ્વારા “મુખ્યમંત્રી રાહતનિધિ” માં 21,. લાખનું યોગદાન આપવામાં આવ્યું છે.

શ્રી અન્નપૂર્ણાંધામ ટ્રસ્ટ, અડાલજ ના પ્રમુખ નરહરિ અમીન, ચેરમેન રવજીભાઈ વસાણી, ખજાનચી અજિત પટેલ અને ટ્રસ્ટી હરેશ વસાણ એ માન. મુખ્યમંત્રી વિજય રૂપાણી ને રૂબરૂ મળ ને એકવીસ લાખનો એસબીઆઈ બેન્ક, અડાલજ શાખાનો ચેક આપ્યો હતો.