ગુજરાતની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરી

ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2020: ઔદ્યોગિક વિકાસને વેગ આપીને આત્મનિર્ભર ગુજરાતનું નિર્માણ

  • તમે સૌ જાણો જ છો કે, ૩૧ ડિસેમ્બર-૨૦૧૯ના રોજ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી ૨૦૧૫ની મૂદત પૂરી થઈ ગઈ છે.
  • આ પોલિસીને નવી પોલિસી ઘડાય ત્યાં સુધી અથવા તો ૩૧ ડિસેમ્બર- ૨૦૨૦ બેમાંથી જે તારીખ પહેલા આવે ત્યાં સુધી લંબાવવામાં આવી હતી.
  • ઇન્ડસ્ટ્રિયલ પોલિસીની મૂદત પૂરી થઇ છે ત્યારે એટલું ચોક્કસ છે કે આ પોલિસીથી રાજ્યભરમાં સર્વાંગી ઔદ્યોગિક વિકાસને સમર્થન મળ્યું છે.
  • આ પોલિસીની સફળતાનું મૂલ્યાંકન કેટલાક મહત્વના મુદ્દાઓ પરથી કરી શકાય છે.
  1. ભારત સરકારના જાહેર થયેલા આંકડા પ્રમાણે ર૦૧૯માં ગુજરાત ૪૯ બિલીયન યુ.એસ.ડોલરના IEM સાથે સમગ્ર દેશમાં કુલ IEMના પ૧ % હિસ્સો ધરાવતું એક માત્ર રાજ્ય છે.
  2. ભારતમાં ૨૦૧૯ દરમિયાન પ્રપોઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ (IEMs)માં ૪૮% નો વધારો થયો, તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ ૩૩૩%નો વધારો નોંધાયો છે. એટલે કે, સમગ્ર દેશના વધારા કરતાં ગુજરાતનો વધારો અનેક ગણો વધુ છે.